Total Pageviews

24 April 2011

આપણે બે જ..


ભલે ઝગડીએ,
ક્રોધ કરીએ,
એકબીજા પર તુટી પડીએ,
એકબીજા પર દાદાગીરી કરવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.....!
જે કહેવું હોય એ કહી લે,
જે કરવું હોય એ કરી લે,
એકબીજાનાં ચોકઠાંશોધવા
છેલ્લે તો આપણે બે જ હોઈશું......!
હું રીસાઈશ તો તું મનાવજે,
તું રીસાઈશ તો હું મનાવીશ,
એકબીજાને લાડ લડાવવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું. .....!
આંખો જયારે ઝાંખી થશે,
યાદશક્તી પણ પાંખી થશે,
ત્યારે, એકબીજાને એકબીજામાં શોધવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું......!
ઘુંટણ જ્યારે દુઃખશે,
કેડ પણ વળવાનું મુકશે,
ત્યારે એકબીજાના પગના નખ કાપવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું......!
‘મારા રીપોર્ટસ્ તદ્દન નોર્મલ છે,
આઈ એમ ઓલરાઈટ’,
એમ કહીને, એકબીજાને છેતરવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું......!
સાથ જ્યારે છુટી જશે,
વીદાયની ઘડી આવી જશે,
ત્યારે, એકબીજાને માફ કરવા,
છેલ્લે તો આપણે બે જ હોઈશું.....!


No comments:

Post a Comment